નવી દિલ્હી: અમેરિકા હવે સત્તાવાર રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નો સભ્ય દેશ રહ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે WHOને આ અંગે પોતાનો લેખિત નિર્ણય પાઠવી દીધો છે. WHO અને અન્ય દેશો માટે આ એક જબરદસ્ત મોટો ઝટકો સાબિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ સરકારે કોરોના વાયરસ મહામારીના પગલે આરોપ લગાવ્યો હતો કે WHO ચીનને આધિન રહીને કામ કરી રહ્યું છે. આ સાથે જ એપ્રિલ મહિનાથી અમેરિકી સરકારે WHOને ફંડિંગ કરવાનું બંધ કરી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ ટ્રમ્પ સરકારે WHOને પોતાની સદસ્યતા પાછી ખેંચવા સંબંધિત પત્ર મોકલી દીધો છે. 6 જુલાઈ 2021 બાદ અમેરિકા WHOનો સભ્ય દેશ નહીં રહે. 1984માં નક્કી થયેલા નિયમો મુજબ કોઈ પણ સભ્ય દેશ સદસ્યતા પાછી ખેંચે ત્યારે એક વર્ષ પછી જ તે દેશને WHOમાથી અલગ કરી શકાય છે. આ ઉપરાંત અમેરિકાએ WHOને બાકી રકમ પણ ચૂકવવાની રહેશે નહીં. 


અમેરિકી સેનેટેર રોબર્ટ મેનેન્ડેઝે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે અમેરિકા દ્વારા WHOથી અલગ થવા અંગે સૂચના મળી છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી અમેરિકા બીમાર અને એકલું પડી જશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube